આજે જમાનો હાઇટેક ટેકનોલોજી એ પહોંચ્યો છે છતાં પણ ભણેલા ગણેલા લોકો ભૂત-ભૂવા-જ્યોતિષ ના ચક્કર માં આવી બરબાદ થતા હોવાના કિસ્સા બની રહ્યા છે.
અમદાવાદ માં એક યુવાન ફાર્માસિસ્ટ યુવતીને વિધિના બહાને હોટલમાં બોલાવી ભૂવાએ કપડાં કઢાવીને દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના થી હતાશ યુવતીએ દવા પી લઈ આત્મહત્યા નો પ્રયાસ કરતા આખી વાત બહાર આવી હતી.
અમદાવાદ ના વાડજ પોલીસ મથક માં તાંત્રિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
ઘટના ની વિગતો મુજબ અમદાવાદ માં રહેલી રીંકુ નામની યુવતી ના લગ્ન સમાજના રીતિ-રિવાજ મુજબ મેહુલ નામના યુવક સાથે થયા હતા. રીંકુ અને મેહુલ ના લગ્ન બાદ ઘરમાં નાની-નાની વાતે ઝઘડા થતા રીંકુ રિસાઈને પિયર આવી ગઈ હતી. પિયરમાં મોટી બહેન અને અન્ય લોકોએ રીંકુ ને કહ્યું કે, “તારા અને મેહુલ વચ્ચે જે વિવાદ છે તે માટે અમે એક ભૂવાને ઓળખીએ છીએ, તું એને મળ તો તારા દરેક પ્રશ્ન હલ થઈ જશે.”
લગ્ન સંબંધમાં ખરાબ સ્થિતિ ઉભી થઇ હોવાના કારણે એજ્યુકેટેડ રીંકુ પણ માનસિક તણાવમાં રહેતી હતી, ઉપરાંત તે ફાર્મસિસ્ટ તરીકે નોકરી પણ કરતી હતી. એવામાં એક દિવસ નેહા તેમના સમાજના ભૂવાને મળવા ગઈ હતી. ત્યાં ભૂવાએ વિધિ કરવાનું કહ્યું અને રીંકુ નો મોબાઈલ નંબર લઈ લીધો હતો અને ભૂવો રીંકુ સાથે ફોન પર મીઠી-મીઠી વાતો કરી ધીમે ધીમે તેને પોતાની વાતમાં ફસાવી લીધી. આ દરમિયાન રીંકુ ને લઈને ભૂવો એક હોટલમાં લઈ ગયો અને તેને વિધિના બહાને કપડાં ઉતરાવ્યા અને તેના અંગત ફોટો અને વીડિયો લેવા લાગ્યો હતો
બાદમાં ભૂવાએ આ વીડિયો બતાવીને તેને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી રીંકુ ને અલગ-અલગ હોટલમાં લઈ જઈને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બળાત્કાર ગુજારવાનું શરૂ કરતા યુવતી પોતે ખોટી જગ્યા એ ફસાઈ ગઈ હોવાનું ભાન થયું હતુ અને વારંવાર ઈજ્જત લૂંટાતા તેણે પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો અને દવા ખાઈ લીધી હતી. તેની જાણ અન્ય લોકોને થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસે હાલ ગુનો નોંધી તાંત્રિકને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
આમ એક એજ્યુકેટેડ યુવતી પણ ભૂવા ના ચક્કર માં સર્વસ્વ ગુમાવી બેઠી હતી. આ કિસ્સો આંખ ઉઘાડનારો છે.