રાજ્ય માં સૌથી વધુ અમદાવાદ શહેર માં કોરોના થી પ્રભાવિત બન્યું છે અને શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં જ એકજ જગ્યા એ કુલ 80 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ભારે દોડધામ મચી ગઈ છે. વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિ.ની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ છે અને સફર પરિસર-1 અને 2 એમ બંને બિલ્ડીંગ સીલ કરી દીધા હોવાના અહેવાલો છે અને આ વિસ્તાર ને કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દીધો છે. અમદાવાદમાં કોઈ એક જ રહેણાંક જગ્યા એ આટલા મોટા પ્રમાણમાં કેસ આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે આ વાત જ કોરોના વિસ્ફોટ ની ગવાહી પૂરે છે અને કોરોના પોઝિટિવનો ફરી વેવ શરૂ થયાની મોટુ ઉદાહરણ છે. આગામી દિવસોમાં અમદાવાદ ના બોપલ સહિત વિસ્તારમાં મોટાપાયે કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ થશે.
