રાજ્ય માં કોરોના એ ફરી ઉથલો મારતા સ્થિતિ વિકટ બની છે ત્યારે કોરોના માં રેસિડન્સ ડોકટરો નું પણ અત્યારસુધી મોટું યોગદાન રહ્યું છે ત્યારે તેઓ ને પણ અન્યાય થઈ રહ્યા ની ઉઠેલી ફરીયાદો વચ્ચે ન્યાય ની માંગ સાથે અમદાવાદ ના નરોડા રોડ- અમદુપુરા વિસ્તારમાં આવેલી GCS હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્સ ડૉક્ટરો અચાનક અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા ઉપરીઓ દોડતા થઈ ગયા છે. હડતાળ ઉપર બેસી ગયેલા ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે GCS હોસ્પિટલ દ્વારા મેડિકલમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતાં ડૉક્ટર્સ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવી રહી છે અને માસ્ટર ડીગ્રીના રેસિડેન્ટ ડૉકટર્સને તેમની સ્પેશિયાલિટી સિવાયના વધારા ના કામ કરાવવામાં આવી રહયા છે અને હોસ્પિટલ તંત્ર દ્વારા કોવિડ અને નોન કોવિડ ડ્યુટી પણ કરાવવામાં આવી રહી છે તેવે સમયે GCS હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર્સ નું કહેવું છે કે તેઓની અભ્યાસની ફીમાં ઘટાડો કરવામાં આવે અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે કોવિડ ડ્યુટીનું ભથ્થું પણ આપવામાં આવે.
આ મુદ્દે છેલ્લા છ મહિનામાં GCS મેનેજમેન્ટને રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ ફોડ નહિ પાડતા આખરે રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે એકમાત્ર હથિયાર એવી હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનું આંદોલનકારીઓ એ જણાવ્યું હતું.
