રાજ્ય માં વકરેલી કોરોના ની સ્થિતિ વચ્ચે હવે ચાર મહાનગરો માં માત્ર રાત્રી કરફ્યૂ લાગુ રહ્યો છે અને અમદાવાદ માં દિવસ નો કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે ત્યારે આજે લોકો ખરીદી માટે નીકળ્યા હતા.
અમદાવાદ શહેરમાં કુલ 111 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન પૈકી આજે ૬ માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનને મુક્ત કરાયા હતા. જ્યારે નવા 22 માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારનો ઉમેરો કરાયો હતો. તંત્ર દ્વારા માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કીનીગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે .
વિગતો મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં જ 50 ટકા કેસ પોઝિટીવ હોવાની વાત સામે આવી છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસર 1માં 42 જ્યારે સફલ પરિસર 2માં 37 જેટલા કેસ એક્ટિવ કેસ છે. આમ કુલ મળીને સફલ પરિસરમાં 79 જેટલા કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલાં ઈસ્કોન પ્લેટિનમમાં 1150 જેટલાં મકાન માઈક્રો કન્ટેનમેન્ટમા મુકવામાં આવ્યા છે. જેમાંથી ઈસ્કોન પ્લેટિનમમાં આશરે 75 જેટલા કેસ પોઝિટીવ છે. હાલ ઈસ્કોન પ્લેટિનમમાં કેટલાક બ્લોક ને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે એએમસી દ્વારા તબક્કાવાર અનેક પગલા લીધા છે. ત્યારે કોરોના કેસ વધતા ફરી એકવાર એએમસી તંત્ર એક્શનમા આવ્યું છે . અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કમિશનર મુકેશ કુમાર સહિત તમામ વિભાગના ડેપ્યુટી કમિશનર અને વિવિધ અધિકારીઓ વચ્ચે બેઠકમાં કોરોના અંગે સમિક્ષા કરાઇ હતી
