કોરાના ના એપી સેન્ટર ગણાતા અમદાવાદમાં હવે તંત્ર થાકી ગયું હોય તેમ લાગી રહ્યું છે અને હવે પોજીટીવ આંકડાકીય માહિતી માં મોટાપાયે લોચા મારવામાં આવી રહ્યા નું સામે આવી રહ્યું છે જેનું ઉદાહરણ 30 એપ્રિલે જોવા મળ્યું હતું , મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 એપ્રિલના રોજ 379 પોઝિટિવ કેસની યાદી તૈયાર થયા બાદ આ યાદી જાહેર કરવાની જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં માત્ર 249 કેસ જ થયા હોવાની રાજ્ય સરકારમાં ખોટી માહિતી આપી હતી આ માહિતી ના આધારે સરકારે અમદાવાદમાં 249 કેસ હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે ખરેખર 379 જેટલા પોઝિટિવ દર્દીઓ હતાં. કોર્પોરેશનએ 379 પોઝિટિવ દર્દીઓની યાદીમાંથી 249 કેસ 30 એપ્રિલના રોજ બતાવ્યા જ્યારે બાકીના 130 કેસ બીજા દિવસના એટલે કે 1 મેના રોજ પોઝિટિવ કેસની યાદીમાં બતાવ્યા હતા. અમદાવાદ શહેરમાં 1 મેના રોજ 267 કેસ પોઝિટિવ હોવાનું જાહેર કરવામાં આવ્યા હતાં. આ 267 પોઝિટિવ કેસની યાદીમાં 379 પોઝિટિવ દર્દીઓની યાદીમાં બાકી રાખેલા 130 દર્દીઓ બતાવી દીધા છે એટલે કે 30 એપ્રિલના કેસ ઓછા બતાવવા માટે બીજા દિવસે યાદીમાં જાહેર કરવામાં આવ્યા હતા.
કોર્પોરેશનની આ યાદીઓ પરથી સ્પષ્ટ જણાય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અમદાવાદની પ્રજા કોરોના વાઇરસની માહિતી કેટલી છુપાવી રહી છે. હકીકતમાં રોજના 300 કેસો હોય તો અમદાવાદ સૌથી ઉપર અને ડેન્જર ઝોનમાં હોય શકે છે પરંતુ કોર્પોરેશન તંત્ર અમદાવાદીઓથી કેસોની સંખ્યા છુપાવી અને ગેરમાર્ગે દોરવાનું ચાલુ કરતા તેની પાછળ નું શું ગણિત હોય શકે તે અંગે લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે આમ કોરોના ની આંકડાકીય માયાજાળ માં ખરેખર સ્થિતિ શું છે તેનો ક્યાસ કાઢવો મુશ્કેલ બને છે જોકે કેટલા નું ટેસ્ટિંગ થયું તે મહત્વ નું છે અને તેના ઉપર નક્કી થાય છે પણ જે રીતે ટેસ્ટિંગ કરવું જોઈએ તેરીતે નહીં થતા હાલ દિવસો વીતી રહ્યા છે જો લોકડાઉન દરમ્યાન એક સાથે વધુ સાધનો સાથે ટેસ્ટિંગ થયા હોત તો કોરોના ઉપર જલ્દી કાબુ મેળવી શકાયો હોત પણ મર્યાદિત સાધનો અને સ્ટાફ ને લઈ ખુબ ઓછા ટેસ્ટિંગ ને લઇ હાલની સ્થિતિ હોવાનું મનાઈ રહ્યું છે.
