અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત રવિવારે રાત્રે જ પુરી થઈ જતા 20 વર્ષ બાદ અમદાવાદ કોર્પોરેશનમાં વહીવટદાર નિમાયા હોવાની વાત સામે આવી છે.
આજથી અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમાર વહીવટદારનો ચાર્જ સંભાળી લેશે.
મ્યુનિ.ની ચૂંટાયેલી પાંખની મુદત ડિસેમ્બર મહિનામાં પૂરી થતી હોય ચૂંટણી નક્કી હતી પરંતુ કોરોનાને કારણે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ રાજ્ય સરકારે મુલતવી રાખતા હવે અહીં વહીવટદારની નિમણૂક કરવી પડી છે. હવે આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય ત્યારે જ નવી બોડી ના હાથ માં વહીવટ આવી શકે છે ત્યાં સુધી મ્યુ.કમિશનર ના હાથ માં તમામ વહીવટ રહશે.
