અમદાવાદ માં અનોખા આરોગ્યલક્ષી ફલાવર શો નું આયોજન કરાયું છે જેમાં આયુર્વેદ અને આરોગ્ય લક્ષી વિવિધ જાત ના ફૂલછોડ પ્રદર્શિત કરવામાં આવશે ,અમદાવાદ માં આગામી તા. 8 જાન્યુઆરી થી તા.22 જાન્યુઆરી સુધી આ અનોખા ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે.
ફલાવર શો માં જવા માટે ઓન લાઈન ટિકિટ લેવી પડશે જેમાં 12 વર્ષથી નીચેના બાળકો અને સિનિયર સિટીઝન માટે 30 રૂપિયાની ટિકિટ ભાવ રાખવામાં આવ્યો છે. જ્યારે 13 વર્ષથી ઉપર અને 65 વર્ષથી નીચેના લોકોની ટિકિટ 50 રૂપિયા રહેશે. શનિવાર અને રવિવારના રોજ ટિકિટ દરમાં ભાવ જુદા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 12 વર્ષથી નીચેના બાળકો અને સિનિયર સિટીઝનોની ટિકિટ 50 રૂપિયા રાખવામાં આવી છે. શનિવાર અને રવિવારના રોજ 13 વર્ષથી ઉપર અને 65 વર્ષથી નીચેના લોકોની ટિકિટ 100 રૂપિયા રહેશે.
સવારે 9 વાગ્યાથી રાત્રે 8 સુધી ફ્લાવર શો ખુલ્લો રહેશે. આ ફ્લાવર શોની મુખ્ય થીમ આરોગ્ય લક્ષી હોય લોકો માં ઉત્સુકતા નો માહોલ છે. અહીં 15 જેટલા કલ્સર બનાવાયા છે જેમાં ધન્વંતરી, યોગ સહિતના આરોગ્યને લગતા મેસેજ આપતા સ્કલ્પચર ઉભા કરાયા છે.
ફલાવર શો માં દર એક કલાકે 400 લોકોને પ્રવેશ મળી શકશે. ફલાવર શો માં 65 મુખ્ય પ્રજાતિ અને 750 પેટા પ્રજાતિ, સાત લાખની વધુ ફુલ છોડ અને રોપા હશે. તેમજ 100થી વધુ મેડિસીલન ( આર્યુવેદિક ) રોપા પ્રદર્શિત કરાશે. જેમા મુખ્ય શિયાળાની ઋતુના વધુ ફુલ આપતા પિડુનિયા, ડાયન્થસ, પેન્ઝી, સાંવલિયા સહિત અનેક પ્રકારના રંગબેરંગી સિઝનેબલ ફુલ, જૂદા જૂદા થીમ બેઝ પ્રાણી સ્કલ્પચર, સેલ્ફી ઝોન ઉભા કરાશે.