અમદાવાદના પીરાણામાં કેમિકલ ફેક્ટરી માં બ્લાસ્ટ બાદ કાપડ ગોડાઉનમાં 11 વ્યક્તિઓ ના થયેલા મોત બાદ મીડિયા માં આવેલા અહેવાલો વચ્ચે દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદી અગ્નિકાંડ મામલે ટ્વીટ કરતાં જ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત શાસક પક્ષોમાં દોડધામ મચી ગઈ હતી. અને અમદાવાદ મહા પાલિકા નું તંત્ર એક્શનમાં આવી ગયું હતું.
આ દુર્ઘટના અંગે સ્થાનિક તંત્ર ઉંઘતું ઝડપાયું છે. પીએમ મોદીના ટ્વિટ બાદ મુખ્યમંત્રી સહિતનું તંત્ર દોડતું થયું હતું. મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપીને મૃતકોના પરિજનોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે મેયર બિજલ પટેલ પણ મોડા મોડા જાગ્યા હતા. પીએમના ટ્વિટ બાદ તેઓ હરકતમાં આવ્યા હતા. 11 ના મોત થઈ ગયા હોવા છતાં મેયર એલ.જી. હોસ્પિટલમાં કે સ્થળ ઉપર જવાની તસ્દી નહિ લેતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું
આ દુર્ઘટના અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોકગ્રસ્ત છું. તેમના શોકાતુર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરું છું, તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ કરે.
જોકે,સ્થાનિક સ્તરે જવાબદાર નેતાઓ ઊંઘતા રહ્યા અને છેક દિલ્હી થી પીએમ મોદી એ નોંધ લેતા સ્થાનિક નેતાઓ ભોંઠા પડ્યા હતા. જોકે, મીડિયાથી બચવા માટે મેયર પાછળના દરવાજેથી પ્રવેશ્યા હતા. એટલું જ નહીં મોડે મોડેથી જાગેલાં મેયરે 10 લોકોની જિંદગી હોમાઈ જવા છતાં પણ તેઓ ગંભીર જણાયા ન હતા.
