અમદાવાદ માં આરોપી એ પોલીસ ઉપર ગાડી ચડાવી દઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ ના જુહાપુરા ફતેહવાડી રોડ પર આરોપીને ઝબ્બે કરવા વેજલપુર પોલીસ પહોંચી ત્યારે આરોપી એ ભાગવાનો પ્રયાસ કરી તેઓ ઉપર કાર ચડાવી દેતા પોલીસકર્મી સિદ્ધાર્થસિંહ ઇજાગ્રસ્ત થતા તેઓ ને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપી અમિન મારવાડી ઇબ્રાહિમ નૂરખા જાટ ને ઝડપી લઈ તેઓ પાસેથી રિવોલ્વર, તલવાર, બેઝબોલ જેવા હથિયાર કબ્જે લઇ આગળ ની તપાસ હાથ ધરી હતી.
