અમદાવાદ: આખરે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગળે મળી અને પ્રોટોકોલ તોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રેડ કાર્પેટ સાથે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું આ તકે ગુજરાત ના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત ના ટોચના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
દરમ્યાન ટ્ર્મ્પ પરિવાર નું વિમાન અમદાવાદ લેન્ડ થતા જ ગુજરાત સહિત ભારતભરના 1000થી વધુ કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટ્રમ્પ અને મેલેનિયાનો રોડ શો દરમ્યાન એરપોર્ટથી આશ્રમ સુધીના રસ્તાઓ પર પણ ઠેર-ઠેર રોડ પર ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ વિભિન્ન કાર્યક્રમો અને દરેક પારંપરિક નૃત્યો જોવા મળ્યા હતા.એરપોર્ટ પર અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, જામ ખંભાળીયા, સાબરકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, જોરાવર નગર, ભરુચ, ડાંગ, સુરેન્દ્રનગર, પોરબંદર વગેરે સ્થળો એ થી આવેલા લોકો એ પરંપરાગત નૃત્યો કર્યા હતા. રોડ-શો સમયે પણ વિવિધ સાંસ્કૃતિક અને
ભારતભરના લોકનૃત્યો રજૂ કરાયા હતા
ટ્રમ્પ-મેલેનિયા એ ભારતભરના લોકનૃત્યો નિહાળ્યા હતા રાજ્યસ્થાનનું અંગીઘર નૃત્ય, પશ્ચિમ બંગાળનું ચહુ નૃત્ય, અસામનું બીહુ નૃત્ય, ઉત્તરપ્રદેશનું મયૂર નૃત્ય, પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રનું થંગરીગજા ડાન્સ, કેરળનું કથકલી નૃત્ય કલાકારો એ રજૂ કરી ટ્રમ્પ-મેલેનિયાના નું ભવ્ય સ્વાગત કર્યું હતું.
