નકલી માલ બનાવતા ઈસમો ગમે ત્યાં અને ગમે તે સમયે મોકો મળતાજ કમાવા નો કીમિયો શોધી જ લેતા હોય છે ત્યારે હવે કોરોના માં પણ નકલબાજો ફૂટી નીકળ્યા છે અમદાવાદ ના કાલુપુર વિસ્તાર માં ચાલતા આવાજ કૌભાંડ નો પર્દાફાશ થયો છે અહીં બ્રાન્ડેડ ડ્યૂપ્લિકેટ માસ્ક અને મોજાના વેચાણ કરાતું હોવાની બાતમી સાથે કંપનીના માણસોએ પોલીસ સાથે મળી કાલુપુરમાં આવેલી 5 દુકાનોમાં તપાસ કરતા 900 વધુ ડ્યૂપ્લિકેટ માસ્ક, મોજા અને ટોપી મળી આવી હતી. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી 5 દુકાનદારો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બ્રાન્ડેડ કંપનીના ડ્યૂપ્લિકેટ માસ્ક કાલુપુર વિસ્તારમાં વેચાતા હોવાની બાતમીના આધારે કાલુપુર પોલીસ સાથે મળી કંપનીના માણસોએ અલગ અલગ દુકાનમાં દરોડા પાડ્યા હતાં જેમાં મયુરી હેન્ડલુમ, ઓનેસ્ટ સેલિબ્રેશન, સાંઈ એન્ટરપ્રાઇઝ, લક્કી હોઝીયરી અને એ.એ. ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા. દરેક દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના કુલ 956 ડ્યૂપ્લિકેટ માસ્ક, 25 મોજા અને 278 ટોપી મળી આવ્યા હતા. પોલીસે સુરેશ રાજપુરોહિત, મહંમદ ઇકબાલ મેમણ, મહેશ પુરુષવાણી, વિનોદ મોટવાણી અને અનિલ તેજવાની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આમ કોરોના માં પણ હલકી ગુણવત્તા વાળો માલ પધરાવી વધુ પૈસા ખંખેરવાની વાત નો પર્દાફાશ થયો છે.
