અમદાવાદના માં રાત્રે પોલીસ ઉપર હુમલા ની ઘટના પ્રકાશ માં આવી છે,રાજ્યના ચાર મહાનગરમાં હાલમાં 9 વાગ્યા બાદ કર્ફ્યુ લાગી જતો હોય વેજલપુર પોલીસ શનિવારની રાત્રે ફરજ પર હતી ત્યારે સોનલ સિનેમા રોડ પર બે એક્ટિવા ચાલક અને બે રિક્ષામાં લોકો સવાર જોરજોરથી હોર્ન વગાડવા સાથે ચીસો પાડી શો બાજી કરતા હોવાથી વેજલપુર પોલીસ માં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ યશપાલસિંહ, અમિતસિંહ સહિતના સ્ટાફે તેઓ ને રોકી ને ઇન્કવાયરી કરતા જાહેર માં બૂમ બરાડા કરી રહેલા લોકો એ લગ્ન પ્રસંગ હોય વહુને તેડીને જઈએ છીએ તેમ જણાવતા પોલીસે કરફ્યુ અમલમાં છે માટે શાંતિથી હોર્ન વગાડ્યા વગર જાવ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી તમામ 10 લોકોએ ભેગા મળી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો અને મારામારી શરૂ કરી દીધી હતી. બે પોલીસકર્મીઓને લાકડી મારતા તેઓને ઇજા થઇ હતી. દરમ્યાન વધુ પોલીસ કાફલો સ્થળ ઉપર આવી જતા પોલીસે ત્રણ લોકોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે પોલીસ પર હુમલો અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના કામમાં રુકાવટ, મારામારી સહિતની ફરિયાદ મહિલા સહિત 11 લોકો સામે નોંધી છે. જેમાં ઝહીર શેખ, અયાઝ ઝહીર, અસલમ, જૈદ, સલીમબાનુ, ફરાઝના, ફરજાનાબાનુ, અફસરા, આબીદ મન્સૂરી ઇમરાન શેખનો સમાવેશ થાય છે.
