અમદાવાદ માં કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને દિવાળી ના તહેવારો બાદ તેની ગંભીર અસરો સામે આવી રહી છે.
અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયા છે ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તો પાંચ એવા પરિવાર છે,જેમાં 20 થી વધુ તમામ સભ્યો કોરોના સંક્રમિત છે. કેટલાક સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે કેટલાકને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. પાલડીમાં પણ કેટલીક સોસાયટીમાં મોટી સંખ્યા પરિવારોના સભ્યો કોરોના સંક્રમિત થયા છે. સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક આવેલી કેટલીક સોસાયટીમાં તેમજ થલતેજની કેટલીક સોસાયટીઓમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે.
શહેરમાં અનેક એવા પરિવાર પણ છે, જેમણે એક પરિવારમાંથી 3 વ્યક્તિ કોરોના સંક્રમણમાં ગુમાવી દીધી છે. ખાસ કરીને જૂનમાં જ્યારે કોરોના ચરમસીમાએ હતો ત્યારે આ સ્થિતિ વધુ જોવા મળતી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હોય અને પરિવારના બાકીના સભ્યો સારવાર બાદ સાજા થયા હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા. અગાઉ મધ્ય ઝોનના દાણીલીમડામાં એક જ દિવસમાં એક સોસાયટીમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાં મોટાભાગના સભ્ય એક જ પરિવારના હતા આમ અમદાવાદ માં કોરોના એ આખે આખા પરિવાર ને ફરીથી ઝપેટ માં લેતા પરિસ્થિતિ દયનિય બની છે.
