અમદાવાદ માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના બહેન ની તબિયત લથડતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા આ ઘટના ની જાણ થતાં જ અમિત શાહ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
અમદાવાદ માં ઘાટલોડિયા સ્થિત અર્જુન ટાવરમાં રહેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનની રાતે અચાનક તબિયત બગડી હતી અને વોમિટિંગ થવા સાથે ચક્કર આવતા આ અંગે
108 ને કોલ કરી જાણ કરાતા જ ત્વરિત દોડી આવેલ ટીમે તેઓને વૈષ્ણવદેવી પાસે આવેલી કે ડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. દરમિયાન બનાવ ની જાણ થતાં જ અમિત શાહ ત્યાં દોડી ગયા હતા. અને 108ની ટીમને મળીને તેમણે 108ની સેવાને બિરદાવી હતી
ઘાટલોડિયાના અર્જુન ટાવરમાંથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના બહેનની તબિયત બગડતાં 108ને કોલ કરવામાં આવ્યો હતો. વોમિટિંગ અને ચક્કર આવવા જેવી ફરિયાદને લઇ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવાના હોવાથી કિડની હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા.
બોડકદેવની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને દર્દીના પુત્ર દર્શન શાહ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ તાત્કાલિક કે.ડી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.
