કોરોના ની ઝડપ વધી છે નવા કેસો સામે આવ્યા બાદ તંત્ર હવે કોઈ રિસ્ક લેવા માગતું નથી અને કડક નિર્ણયો લેવાઈ રહયા છે., કેસોને કાબૂમાં લેવા અને લોકડાઉન નો કડક અમલ કરાવવા માટે અમદાવાદ શહેરની સરહદો સીલ કરી દેવામાં આવી છે અને પોલીસ જવાનો સાથે પેરામિલિટરી, BSF અને CRPFનો કાફલો ગોઠવવા તજવીજ શરૂ થઈ છે અમદાવાદ બાદ વડોદરા શહેર, સુરત અને રાજકોટમાં પણ સરહદો સીલ કરાય તેવા અહેવાલો મળી રહ્યા છે અને નિયમો નો કડક અમલ કરવા આદેશ અપાયા છે
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે અને શહેરીજનો લોકડાઉનનું પાલન નહિ કરતા હોવાથી શહેર પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર અને સરકાર દ્વારા શહેરમાં કડક પગલાં લેવા અમદાવાદ શહેરના બધા એન્ટ્રી પોઇન્ટ બંધ કરવાની સાથે હોટ સ્પોટ વિસ્તારમાં CRPF અને BSF તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોનાને કાબૂમાં લેવા માટે માસ્ક ફરજીયાત કરવાની સાથે પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, તે જોતા હવે ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા પોલીસ અને તંત્ર કડક વલણ અપનાવશે તોજ કોરોના કાબુ માં આવે તેવું મનાય છે અન્યથા રોગચાળા વકરવાની ભીતિ સેવાઇ રહી છે.
