અમદાવાદ માં કોરોના એ કાળો કેર વર્તાવી દીધો છે અને કોરોના થી 39 દર્દીના મોત થતા મૃતકો ના પરિવારો માં માતમ છવાઈ ગયો છે. મૃતકો માં 30 મૃતકો રેડ ઝોન વિસ્તાર ના છે . સૌથી વધુ જમાલપુર ના10 વ્યક્તિઓના મોત થયા છે ,સાથે જમાલપુર વોર્ડનો મૃત્યુઆંક 79નો થયો છે જેને જો કેલ્ક્યુલેટ કરવામાં આવે તો દિલ્હી રાજ્યના 64 અને ઉત્તરપ્રદેશના 56 કરતાં પણ વધુ છે. અમદાવાદ ના દાણીલીમડાના ચાર, સરસપુર-રખિયાલના ચાર, શાહપુર, મણિનગર અને સરખેજ વિસ્તારના ત્રણ, ગોમતીપુર, અસારવાના બે-બે અને બોડકદેવ, બાપુનગર, નવા વાડજ, સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા એક-એક વ્યકિતના મોત થયા છે આ બધા વચ્ચે ચોંકાવનારી માહિતી બહાર આવી છે તેમાં કુલ 39 ના મોત પૈકી સાત દર્દીઓના મૃત્યુ હોસ્પિટલમાં જે દિવસે દાખલ થયા તેજ દિવસે જ થયા છે જયારે 12 દર્દીઓના મૃત્યુ દાખલ થયાના બીજા દિવસે થયા છે. એક કે બે દિવસમાં મૃત્યુ પામનારા લોકોમાં વાઈરસનું ઈન્ફેકશન શરીરમાં ગંભીર રીતે ફેલાવાના કારણે કોઈ સારવારની તેમને અસર નહીં થતી હોવાનું તબીબોનું કહેવુ છે.
મંગળવારે કોરોનાના ગુજરાતમાં સામે આવેલા આંકડા ગંભીર સ્થિતિનો અંદેશો દર્શાવી રહ્યાં છે. કારણ કે મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીતેલાં 24 કલાકમાં આખાં ભારતમાં જેટલાં નવા પોઝિટીવ કેસ આવ્યાં તે પૈકી 11 ટકા ગુજરાતના રહ્યાં તો કુલ મૃત્યુના કેસમાં 25 ટકા પ્રમાણ ગુજરાતનું રહ્યું. આખાં ભારતમાં નવા પોઝિટીવ કેસ 3,875 હતાં તેની સામે ગુજરાતમાં 441 નવા કેસ આવ્યાં તો ભારતમાં નોંધાયેલાં 194 મૃત્યુના કેસમાં 49 મૃત્યુ સાથે પચીસ ટકા કેસ ગુજરાતમાં નોંધાયા છે.
ગુજરાતમાં પણ અમદાવાદનું પ્રમાણ વધુ હોઇ આખા ભારતની તુલનાએ મૃત્યુ પામેલાં કુલ દર્દીઓ પૈકી 39 કેસ સાથે વીસ ટકા દર્દી અમદાવાદના હતાં. જ્યારે નવા નોંધાયેલાં પોઝિટીવ કેસમાં 349 કેસ સાથે અમદાવાદનું પ્રમાણ નવ ટકા રહ્યું. અમદાવાદમાં કુલ 4,425 પોઝિટીવ કેસ જ્યારે 273 મૃત્યુ નોંધાયાં છે. આમ અમદાવાદ માં મોત નો આંકડો વધતો જઈ રહ્યો છે ત્યારે કોઈ તાત્કાલિક પગલાં નહીં ભરાય તો દેશ માં અમદાવાદ કોરોના નું મોટામાં મોટું સેન્ટર હશે.
