દેશ સહિત રાજ્ય માં કરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે નકલી ઇન્જેક્શન નકલી લેબ વગરે ના ખુલાસા થઈ રહ્યા છે તેવે સમયે અમદાવાદ માં એક નકલી લેબ બિન્દાસ ધમધમતી હોવાની વાતે ભારે સનસનાટી મચાવી છે.
રાજ્ય માં અનેક ડિગ્રી વગર ના ડોકટરો રૂપિયાની લાલચમાં આવી ને અનેક લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે તેમ છતાં આરોગ્ય ખાતું અને ફૂડ એન્ડ ડ્રગસ ખાતું આવા તત્વો ને રોકવામાં નિષ્ફળ નીવડ્યું હોવાની વાતો વચ્ચે અમદાવાદના પાલડી વિસ્તારમાંસુવિધા ચાર રસ્તા પાસે આવેલ સુમેરુ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સત્યા પેથોલોજી નામની લેબોરેટરી વિવાદ માં આવી છે આ લેબ નિયમો ની ઐસી તૈસી કરી લોકો ના સ્વાસ્થ સાથે ચેડા કરી પૈસા બનાવતી હોવાનું ધ્યાને આવતા સત્ય ડે ન્યૂઝની ટીમેં કરેલી પ્રાથમિક તપાસ માં આ લેબોરેટરી ના માલિક ડો.ગુપ્તા આડેધડ જરૂરી ડીગ્રી વગર જ લેબ ચલાવતા હોવાનું જણાયું હતું . સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા આ લેબોરેટરી માં જઈ ને બ્લડ ટેસ્ટ અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવ્યો હતો અને રૂપિયા 4000 આપ્યા હતા જે માટે આ લેબ દ્વારા કોઈજ પ્રકાર ની રીસીપ્ટ પણ આપેલ ન હતી ત્યારબાદ રિપોર્ટ માંગવામાં આવ્યો ત્યારે લેબોરેટરી ના નંબર 9712729523 ઉપરથી રિપોર્ટ ની કોપી વોટ્સઅપ ઉપર મોકલી આપેલ હતો જેમાં સત્યા લેબોરેટરી નો કોઈજ પ્રકાર નો રજીસ્ટર્ડ નંબર લખેલ ન હતો કે કોઈપણ ઓથોરિટી વાળા ડોકટર ની સહી કરેલ ન હતી અને બીજી એક લેબોરેટરી રેલોક્ષ વીરટુ અલ નામની લેબનો પણ લોગો મૂકવામાં આવ્યો છે અને આ ડોક્ટર ગુપ્તા કહી રહ્યો છે કે આ લેબ સાથે મારે કોન્ટ્રાકટ કરેલ છે પરંતુ સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા રેલોક્ષ લેબમાં તપાસ કરતા જાણવા મળેલ કે આ લેબનો કોન્ટ્રાકટ તો 2 વર્ષ પહેલાં જ પૂરો થઈ ગયેલ હતો અને આ લેબ દ્વારા સત્યા લેબને નોટિસ પણ આપવામાં આવેલ હતી. તેમ છતાં આ ડોક્ટર દ્વારા છેલ્લા 2 વર્ષ થી આ લેબને ગેરકાયદેસર રીતે ચલાવી રહેલ છે અને આ બાબતને લઈ આજે સવારે સત્ય ડે ન્યૂઝની ટીમ જ્યારે સત્યા લેબોરેટરી માં જઈ ને તપાસ કરવામાં આવી ત્યારે સત્યા લેબના માલિક ડોકટર ગુપ્તા દ્વારા સત્ય ડે ન્યૂઝની ટીમ સાથે ગેરવર્તણૂક કરી હતી અને જણાવેલ કે આવી તો અમદાવાદમાં ઘણી બધી લેબો છે ચાલો હું તમને બતાવું એટલે તે પોતે પણ ખોટો હોઈ હવે બીજાની લેબોરેટરી ઉપર આક્ષેપ કરી પોતે આ ખોટા કારનામા માં થી બચવાનો રસ્તો શોધી રહ્યો હતો જેથી આ બાબતને લઈ સત્ય ડે ન્યૂઝ દ્વારા સત્યા નામની લેબનો રજીસ્ટર્ડ નંબર માંગવામાં આવતા ડોકટર ગુપ્તા એ આપવાની ચોખી ના પાડેલ અને સ્થળ ઉપરથી રવાના થઈ ગયા હતા.તો જોવાનું એ રહ્યું કે આ ડોક્ટર ગુપ્તા ને એવી તો કોની રહેમરાહ છે કે 2 વર્ષ થી આવી ગેરકાયદેસર લેબ ચલાવી રહ્યો છે તેમ છતાં અમદાવાદ મનપાનું આરોગ્ય ખાતું,હેલ્થ ખાતું અને ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું ઉઘતું ઝડપાયું છે અને કાર્યવાહી કરવામાં પેટમાં દુઃખાવો ઉપડી રહ્યો છે.
ત્યારે સવાલ એ થાય છે કે કયા અધિકારીઓ નું પીઠબળ કામ કરી રહ્યું છે અને કોના કોના ભાગ છે તે બાબત તપાસ નો વિષય બની છે.
