કોરોના એ અમદાવાદ માં હાહાકાર મચાવી દીધો છે અને એક અગ્રણી મીડિયા જૂથ દ્વારા દાવો કરાયો છે કે માત્ર તા. 11 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી અમદાવાદમાં કોરોનાથી કુલ 102 દર્દીનાં મૃત્યુ થઇ ચુક્યા છે પણ સરકારી આંકડા ખોટા દર્શાવી માત્ર 42 ના જ મોત થયા હોવાની નોંધ કરાતા અનેક સવાલ ઉભા થયા છે અને શામાટે આ લોકો જનતા ને ખોટી માહિતી આપી રહ્યા છે તે સમજાતું નથી.
સરકારી ચોપડે અને શબવાહિનીમાં લઈ જવામાં આવેલા મૃતદેહના આંકડા ના ભેદભાવ ને લઈ આ પોલ ખુલ્લી પડી ગઈ છે. સરકારી ચોપડે 12 દિવસમાં કોરોનાથી માત્ર 42 મોત દર્શાવવામાં આવ્યા છે. 14 અને 20 નવેમ્બરે કોરોનાથી સૌથી વધુ 11-11 મોત થયા હતા. પરંતુ આ દિવસે સરકારી ચોપડે માત્ર 2 અને 3 મૃત્યુ દર્શાવવામાં આવ્યા હતા. એ જ રીજે 11, 18 અને 22 નવેમ્બરે કોરોનાથી 10-10 દર્દીનાં મૃત્યુ થયા હતા. પરંતુ સરકારી ચોપડે અનુક્રમે 2, 4 અને 8 દર્દીના મૃત્યુ દર્શાવાયા હતા આમ તદ્દન ખોટી માહિતી ડિકલેર કરી ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની વાત સપાટી ઉપર આવી છે.
શબવાહિની માટે હાલ 4 કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. કારણ કે શબવાહિની સ્મશાને જાય ત્યારે અંતિમક્રિયા ચાલુ હોવાથી મૃતદેહ ઉતારવા રાહ જોવી પડતી હોય છે. દિવાળી પછી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ કર્મચારી સહિત અંદાજે 60ને કોરોનાનો ચેપ લાગ્યો છે. સત્તાવાર આંકડા મુજબ દિવાળીથી આજ સુધી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 70થી 100 દર્દીને દાખલ થયા છે. આમ આંકડા ખોટા હોય સરકારી અને ખાનગી નો જો સાચો આંકડો સામે આવે તો મૃત્યુ પામનાર દર્દીઓ ની સંખ્યા અનેક ઘણી હોવાનું સામે આવવાની સંભાવના છે.
