હાલમાં કોરોના ની સ્થિતિ ભારત માં ગંભીર બની રહી છે તેમાંય ગુજરાત ના અમદાવાદ ની સ્થિતિ કહી શકાય કે ખુબજ કફોડી બની છે અને હવે લોકો લૂંટ ચલાવવા મજબુર બન્યા હોવાના ગંભીર અહેવાલો બહાર આવી અમદાવાદ ના કાલુપુર વિસ્તારમાં આવેલા શાકમાર્કેટમાં લોકોએ લૂંટ ચલાવી હોવાની શરમ જનક ઘટના પ્રકાશ માં આવી છે અને યુદ્ધ જેવી સ્થિતિ માં લોકો ખાવા પીવા નું ચોરવા માંડ્યા છે માર્કેટની આસપાસ રહેતા રહીશોએ દુકાનમાં પડેલા શાકભાજીની ચોરી કરી છે. શાકના જથ્થામાંથી લોકો લૂંટ ચલાવી રહ્યાં છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. માર્કેટમાં આવેલી 20થી 25 દુકાનોમાં લોકોએ શાકભાજીની ચોરી કરી છે. બટાકા, ડુંગળી વગેરે જેવા શાકભાજી લોકો લૂંટી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હાલ આ શાકમાર્કેટ બંધ છે. માત્ર સવારે જ હોલસેલ વેપારીઓ માટે શાકમાર્કેટ ખોલવામાં આવે છે. આમ હવે લોકો ધીરજ ગુમાવી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે સરકાર ની જાહેરાતો કે વાતો માત્ર ટીવી સુધી સીમિત રહે છે અને ગરીબ નું લેબલ ધરાવતા લોકો ને જેવીતેવી સહાય મળે છે અને એનજીઓ ની સહાય પણ એકજ બાજુ તે બાજુ વળે છે ત્યારે આવી કપરી સ્થિતિ માં મધ્યમ વર્ગ ની હાલત ધોબીના કુતરા જેવી થાય છે અને નહિ ઘરના કે નહિ ઘટના જેવી સ્થિતિ રહે છે વરસો થી ભારત માં આ સ્થિતિ હોય આવા સમય માં લોકડાઉંન રહેવા થી લોકો ની ઈન્ક્મ બંધ થઇ જતા હવે ખાવા ના ફાંફા પડી રહ્યા છે જો એવું જ રહ્યું તો જનતા દેવાદાર બની જશે કારણકે મધ્યમ વર્ગ ને કોઈ આપવા આવવાનું નથી
