રાજ્યભર માં કોરોના નું સંક્રમણ વધ્યું છે અને સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે અમદાવાદ ના વસ્ત્રાપુર વિસ્તાર માં આવેલી સોસાયટીઓમાં સૌથી વધુ કોરોના ના દર્દીઓ નોંધાઈ રહ્યા છે.
હાલ માં અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા દર્દીઓ ના જ આંકડા બહાર આવી રહ્યા છે પણ સૂત્રો ના જણાવ્યા પ્રમાણે અહીં ખાનગી હોસ્પિટલમાં જ 90થી 95 ટકા દર્દી સારવાર લઈ રહ્યા છે.
ગુજરાત માં હાલ કોરોનાનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને ઈલેક્શન તેમજ દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદમાં કોરોના ના કેસો માં ઉછાળો નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બોડકદેવમાં આવેલી પ્રેમચંદનગર સોસાયટીમાં 40 કેસ નોંધાયા છે. પ્રેમચંદનગરમાં કેસ વધતા સોસાયટી ક્વોરન્ટાઇન કરવામાં આવી છે. વસ્ત્રાપુરની અનેક સોસાયટીઓમાં કેસનો વધારો જોવા મળી રહ્યો છે,ત્યારે તંત્ર સાબદુ બન્યું છે.
