અમદાવાદ માં કોલ સેન્ટરની આડમાં ચાલી રહેલા ગેરકાયદે ટેલિફોન એક્ષચેન્જ નો પર્દાફાશ થયો છે. આ ગેરકાયદેસર ટેલિફોન એક્ષચેન્જના
ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરીને દેશની આંતરિક સલામતી તથા ટેલિફોન કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચાડતા કૌભાંડ નો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
નવરંગપુરા માં ચાલી રહેલા ગેરકાયદેસર ટેલિફોન એક્ષચેન્જ કૌભાંડ ના મુખ્ય સુત્રધાર મનાતા રીયાઝ શેખને પુનાથી પોલીસે ઝડપી લીધો છે જેની પ્રાથમિક તપાસ માં આ કૌભાંડના તાર કેરળ અને દુબઈ સુધી પહોંચ્યા છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ને ઇનપુટ મળતા તેઓ એ ટેલિકોમ્યુનિકેશનના અધિકારીઓ ને સાથે રાખી અહીં રેડ કરી હતી જેમાં સરખેજમાં રહેતા તબરેઝ ઉર્ફે અલ્લારખા કટારિયાએ જીઓ કંપનીની 1000 કોલની SIP લાઈન તથા 50 MBPSની લીઝ લાઈન મેળવી કોલ સેન્ટરમાં સેટઅપ કરેલી લીઝ લાઈન, સીપ લાઈન તથા સર્વર મળ્યા હતા. જેના મારફતે તે VMWARE નામના વર્ચ્યુઅલ મશીનથી અન્ય LINUX તથા વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ, એની ડેસ્ક સોફ્ટવેર મારફતે ઓપરેટ કરી માઈક્રોટેક ક્લાઉડકોર નામના રાઉટરની મદદથી વિદેશથી આવતા કોલને રૂટ કરી જી.એસ.એમ. નેટવર્કમાં ફેરવતો હોવાનું જણાયું હતું. અગિયાર દિવસમાં આશરે 12,46,654 જેટલા વિદેશી કોલને ઉપરોક્ત સોફ્ટવેરની મદદથી રૂટ કરી જી.એસ.એમ. નેટવર્કમાં ફેરવ્યા હોવાનું તપાસ માં ખુલવા પામ્યું છે અને હવે પોલીસે તપાસ હાથ ધરી કોણ કોણ ઈસમો સંડોવાયેલા છે અને તેના છેડા ક્યાં સુધી ફેલાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
5
/ 100
SEO સ્કોર