રાજ્ય સહિત અમદાવાદ માં નાની બાળકીઓ હવે સલામત રહી નથી અને નાની બાળાઓ ની છેડતી તથા દુષ્કર્મના બનાવો વધી ગયા છે ત્યારે અમદાવાદ ના જૂના બાપુનગર વિસ્તારમાં મોમીન મસ્જિદ પાસે રહેતી 8 વર્ષની બાળકી દુકાને ચોકલેટ લેવા ગઈ ત્યારે દુકાનદાર એવા વડીલ કુમળી બાળકી ને જોઈ પોતાની વાસના ઉપર કાબુ રાખી શક્યા ન હતા અને બાળકી ને પોતાની બાહુપાશ માં લઇ ગાલે કિસ કરતી વખતે જોરથી બચકું ભરી લેતા બાળકી ના કુમળા ગાલે ઇજા થતાં માતા એ પૂછતાં મામલો બહાર આવ્યો હતો. આ અંગે બાળકીના દાદાએ દુકાનદારને ઠપકો આપતા તેણે માફી માંગી હતી જોકે આ બનાવ ની ગંભીરતા જોતા બાળકી ના પરિવારે રખિયાલ પોલીસ મથક માં જાણ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને દુકાનદાર રજીઅહેમદ શેખની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ બનાવે અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.
