અમદાવાદ ના જુહાપુરા સ્થિત ગુલાબનગર વિસ્તારમાં પોલીસ ની ગાડી ઉપર પથ્થરમારો થયો હતો પરિણામે વેજલપુર અને સરખેજ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ નો કાફલો ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. ગુલાબપાર્કમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કરી 15 જેટલા લોકોની અટકાયત કરી હોવાનુ જાણવા મળ્યું છે.લોકડાઉન વચ્ચે હજુ પણ લોકો ટોળા વળીને લોકોભેગા થઇ રહ્યા છે જેને લઈ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તેવામાં જુહાપુરાના ગુલાબનગરમાં ટોળાને હટાવવા માટે વેજલપુર પોલીસ ગઈ હતી. ત્યારે અહીં લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો. પોલીની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. ટોળાંએ કરેલાં આ પથ્થરમારાથી એક પોલીસ કર્મીને ઈજા પહોંચતી હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.
લોકો માટે થઈ ને પોલીસ લોકડાઉન નું પાલન કરાવી રહી છે પરંતુ લોકો પોલીસ ને જ ટાર્ગેટ કરતા પોલીસ માં પણ નારાજગી પ્રસરી છે.
