અમદાવાદ માં હાલ દારૂ ના બંધાણીઓ ભારે ટેંશન માં આવી ગયા છે અને તેનું કારણ છે દારૂબંધી નો કડક અમલ હાલ માં બુટલેગરો એ કામ ચલાઉ દારૂ વેચવાનું બંધ કર્યું હોવાનું સપાટી ઉપર આવ્યું છે. અને આ મુદ્દો વિધાનસભા માં પણ ગાજયો હતો, દારૂ-જુગારના મુદ્દે કોંગ્રેસે વિધાનસભા સત્રમાં ભાજપનો ઘેરાવો કરતાં ડીજીપીએ સમગ્ર રાજ્યમાં 17 માર્ચ સુધી દારૂ-જુગારની ડ્રાઇવ યોજવા પોલીસને કડક સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં હાલમાં ચોરીછૂપી થી દેશી – વિદેશી દારૂના નાના- મોટા લગભગ 1000 જેટલા અડ્ડા ચાલે છે. તેમજ જીમખાના સહિત નાના-મોટા 50 જુગારધામ ચાલે છે. જોકે દારૂ – જુગારના ધંધા બંધ કરાવી દીધા બાદ હવે ત્યાં હવે રેડ પાડવાનું નાટક શરૂ કરવામાં આવ્યું છે.
ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ હોવાના મુદ્દે કોંગ્રેસે વિધાનસભા સત્રમાં જ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જેના પગલે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ 17 માર્ચ સુધી દારૂ – જુગારના અડ્ડાઓ ઉપર ખાસ ડ્રાઈવ યોજવા પોલીસને સૂચના આપી છે. આ અંગે તમામ શહેર પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી તેમજ જિલ્લા પોલીસ વડાને સૂચના અપાઈ છે.
ત્રણ વર્ષમાં દેશી દારૂનું વેચાણ વધ્યું
શહેરમાં 3 વર્ષથી વિદેશી કરતાં દેશી દારૂનું વેચાણ વધ્યું છે. સરદારનગર, મેઘાણીનગર, નરોડા, કૃષ્ણનગર, ગોમતીપુર, બાપુનગર, વટવા, રામોલ, અને કાગડાપીઠમાં જ 15થી 20 જેટલા બુટલેગરો અડ્ડા ચલાવતા હોવાનું કહેવાય છે.હાલ માં દેખાવ ખાતર આ અડ્ડાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહી છે.
