અમદાવાદ માં દારૂની હેરફેર હવે સામાન્ય બની ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં દારૂ ની રેલમછેલ જોવા મળી રહી છે આવોજ એક બનાવ સામે આવ્યો કે જ્યાં અકસ્માત બાદ ખબર પડી કે અકસ્માત સર્જનાર કાર દારૂ નો ફેરો મારી રહી હતી.
અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસે ફૂલ સ્પીડે ધસી આવેલી કારે એક રીક્ષા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો ભાગ ભુક્કો બોલી ગયો હતો અને રીક્ષાનો આગળનો ભાગને મોટું નુકસાન થયું હતું. જોકે અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માતનો ગુનો અને પ્રોહિબિશનનો ગુનો નોઁધીને તપાસ હાથ ધરી હતી
વહેલી સવારે 6:15 વાગ્યે આ ઘટના બની હતી અને બેકાબુ કાર ચાલકે રીક્ષાને અડફેટે લેતા ફંગોળાઈને ટ્રાફિક બૂથને ટકરાઈને ઘસડાઈ હતી. અકસ્માત બાદનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો. રીક્ષામાં સવાર બે વ્યક્તિઓ રતનભાઈ અને ઉમાશંકર શર્મા નામના બે વ્યક્તિઓને ઈજાઓ થતાં સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. GJ01BR2742 નંબરની મારૂતિ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયરના ટીન ભરેલા બોક્સ મળી આવતા દારૂ ની હેરાફેરી નો મામલો સામે આવ્યો છે આમ ગુજરાત માં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી અને પુર બહાર માં ધંધો ચાલી રહ્યો છે અને દારૂબંધી માત્ર નાટક સાબિત થઈ રહ્યું છે.
