અમદાવાદ માં પીઆઇ ના ઘર માં તસ્કરો ત્રાટકયા હતા અને 1 લાખ 32 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સુરત ખાતે પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સપેક્ટર ના અમદાવાદ ખાતે ના મકાન ને નિશાન બનાવી તસ્કરો રૂ. 1 લાખ ઉપરાંત ની મતા ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.
વિગતો મુજબ સુરત માં પોલીસ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપ દાન ગઢવી નું અમદાવાદ ના નાના ચિલોડા રોડ પર કોરલ બંગલોઝ માં મકાન આવેલું હોય જેનું તાળું તૂટ્યું હોવા અંગે સોસાયટીના વોચમેન ને જાણ થતાં તેઓ એ તેમના સાળા શક્તિદાન ગઢવીને જાણ કરી હતી જેથી ઘરે તપાસ કરતાં પાંચ તોલાના દાગીના અને ચાંદીના દાગીના સહિત રૂ. 1.32 લાખની ચોરી થઈ હોવાની જાણ હતી. સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા બે ઈસમો મકાનની દીવાલ કૂદી ભાગતા જણાયા હતા.
આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
