દિવાળી પહેલા આઇટી ની રેડ ચાલુ થતા બે નંબર ના પૈસા દબાવી ને બેઠેલા તત્વો માં ભારે દોડધામ મચી છે. વિગતો મુજબ અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર ગ્રુપની 25 જગ્યાએ IT વિભાગની રેડ પડી છે બિલ્ડરની ઓફિસ અને નિવાસસ્થાને સવારથી ITનું સર્ચ ચાલુ હોવાના અહેવાલો છે.
કરોડોની કરચોરી સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપ ઉપર વહેલી સવારથી ઈન્કમટેક્ષના દરોડા શરૂ થઈ ગયા છે. દશરથ પટેલ છગન પટેલ સહિત તેમના તમામ પાર્ટનર અને તેમની સાથે સંકળાયેલા તમામ લોકોને ત્યાં મોટી સંખ્યામાં અધિકારીઓ સર્ચ કરી રહ્યા ના અહેવાલો છે.
પોપ્યુલર બિલ્ડરના ત્યાં ITના દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગે આજે એક સાથે 25 જગ્યાએ દરોડા પાડ્યા છે. શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડરને ત્યાં દરોડા પડતા અન્ય બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે.
પોપ્યૂલર બિલ્ડર ગ્રૂપમાં ITની રેડ પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આજે વહેલી 8 વાગ્યા થીસવારમાં જ આઈટી વિભાગે અમદાવાદમાં 25 જગ્યાએ રેડ પડી છે.
આ સિવાય દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના નિવાસ સ્થાને પણ આઈટીએ આજે રેડ પાડીને સપાટો બોલાવ્યો હતો. છેલ્લે મળતી માહિતી પ્રમાણે સવારે 8 વાગ્યાથી IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલું છે.હાલ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
