અમદાવાદ માં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે એક પોલીસવાળો દારૂ ની ખેપ મારતા પકડાઈ જવાની વાતે પોલીસ બેડા માં ભારે ચકચાર જગાવી છે. પાલડી પોલીસે જ ઇગલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી ને દારૂની હેરાફેરી કરતા રંગેહાથ પકડી પાડયો છે.
વિગતો મુજબ અમદાવાદ ઇગલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાન વસંત પરમાર 27 દારૂની અલગ અલગ બ્રાન્ડ સાથે પાલડી પોલીસ ના હાથે ઝડપાતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ના પાલડી પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ એકટીવા લઈને પરિમલ અન્ડરબ્રિજથી સુવિધા ચાર રસ્તા થઈને સુમેરુ કોમ્પ્લેક્ષ થઈને જૈન નગર તરફ દારૂ લઈને જવાનો છે. જે માહિતીના આધારે પાલડી પોલીસ પેહલાથી વોચ ગોઠવી હતી અને વસંત પરમાર ત્યાં આવતા તેને રોકીને તપાસ કરતા તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.
જોકે, તેમછતાં પાલડી પોલીસે આરોપી પાસે રહેલી વાહન ઉપર મુકેલી બેગ ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 27 બોટલો મળી આવતા પાલડી પોલીસે આરોપીની ધરપકડ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.