અમદાવાદ માં ફરી એકવાર પોલીસ કોન્સેબલ તોડ કરવા જતાં ભેરવાઈ પડ્યા હતા અહીંના સરદારનગર પોલીસ સ્ટેશનના તત્કાલીન PI હેમંત પટેલના નામે એક લાખ રૂપિયા માંગવા જતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. વિગતો મુજબ કુબેરનગરમા રહેતા ભરત ઉર્ફે ચિંટુ સોની વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા જેની તપાસ ઉપેન્દ્રસિંહ કરી રહ્યા હતા. જેમાં તેને પોલીસ સ્ટેશનમાં માર નહી મારવા અને વરઘોડો નહી કાઢવા મામલે રૂપિયાની માંગ કરી હતી. ઉપેન્દ્રસિંહે સરદારનગર પોલીસ સ્ટેશનના તત્કાલિન PI હેમંત પટેલના નામે એક લાખ રૂપિયા અને પોતાના 25 હજાર રૂપિયાની માંગણી કરી હતી જે અંગેનો ઓડીયો વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરીને ગુનો નોંધી ઉપેન્દ્રસિંહની ધરપકડ કરી છે.
સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહના વાયરલ થયેલા ઓડીયાકાંડની તપાસ બાદ તેની બદલી તાત્કાલીક અસરથી દરિયાપુર પોલીસ સ્ટેશનના PSOમાં કરી દેવામાં આવી હતી. ઓડિયોકાંડમાં DCPએ તપાસ કરીને રીપોર્ટ પોલીસ કમિશ્નર અને જોઇન્ટ કમિશ્નરને આપ્યો હતો. જેમાં ઉપેન્દ્રસિંહેએ રૂપિયા માંગ્યા હોવાનું સામે આવતા ગુનો દાખલ થયો હતો.
