અમદાવાદ ના એલિસબ્રિજ પોલીસ લાઈનમાં મોડી રાતે બનેલા એક હીંચકારા બનાવ માં 10 યુવકોએ એક સંપ થઈ એક યુવકને માર માર્યો હતો. પોલીસ લાઈનમાં જ રહેતા આ પોલીસકર્મીઓના પુત્રોએ ધમાલ મચાવતા જાહેર માં કાયદો અને વ્યવસ્થા ના લીરા ઉડયા હતા.
અહી ના અમુલ પાર્લર પાસે પોલીસ પુત્ર યુવક ઉપર હુમલો કરી અન્ય પોલીસ પુત્રો ફરાર થઇ ગયા હતા. યુવકે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ મામલે 10 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
વિગતો મુજબ એલિસબ્રિજ પોલીસ લાઈનમાં રહેતા અખિલેશ રાવત ના પિતા રસિકભાઈ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. દરમ્યાન અખિલેશ રાતે તેના મિત્ર વિવેક સાથે ધાબા પર તાપણું કરી બેઠો હતો તે દરમ્યાન નીચે કેટલાક યુવકોના ટોળા બૂમાબૂમ કરતા તે નીચે આવ્યો હતો. અમુલ પાર્લર તરફના ગેટ પાસે ટોળા બૂમાબૂમ કરતા જોવા જતા યશપાલ નામના યુવકે અખિલેશનું ગળું દબાવી દીધું હતું અને ટોળામાં લઇ ગયો હતો. આ જ છોકરો હતો કહી મારામારી અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. લાકડીના ફટકા પણ પગે મારવા લાગ્યા હતા. બૂમાબૂમ થતા ટોળું ભાગી ગયુ હતું. અખિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માર મારતા અખિલેશે 10 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. આમ પોલીસ ના વંઠેલ પુત્રો એ જાહેર માં ધમાલ કરી ટપોરીઓ જેવી હરકતો કરતા હવે લોકો ની નજર માં છાપ બગડી રહી છે.
