અમદાવાદ માં પોલીસ વાળાઓ ને જાહેર માં ફટકા મારનાર બુટલેગરો નું ગેરકાયદે બાંધકામ તોડી પાડી પોલીસે પોતાની ઈજ્જત પાછી મેળવવા કરેલા પ્રયાસ ને લઈ આ વિસ્તારમાં હાકોટા બોલાવી દીધા હતા.
અમદાવાદ માં પોલીસ કર્મચારીઓ ઉપર બુટલેગરો અને તેમના સાથીઓ એ હુમલો કરી જાહેર માં ફટકારતા અમદાવાદ પોલીસ માર ખાતા હોય તેવા દ્રશ્યો ના વિડીયો વાયરલ થતા પોલીસ ની ઈજ્જત નો ફાલૂદો થઈ જતા આ બુટલેગરો ને પાઠ ભણવા માટે પોલીસે હવે તેમના રેકર્ડ તપાસવાનું ચાલુ કરી પોલીસ નો પાવર શુ હોય તે બતાવવા આરોપીઓ સામે એક્શન લેવાનું ચાલુ થયું છે અને AMC ને પત્ર લખી નરોડા ખાતે આવેલ હુમલાખોર બુટલેગરો નું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જણાવતા AMC અને પોલીસના બંદોબસ્ત સાથે નરોડાના મુઠીયા ગામમા બુટલેગરો દ્વારા ઉભુ કરવામાં આવેલ 10 જેટલા રૂમનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
મકાન ની નીચે બનાવમાં આવેલ ભોંયરામાં આરોપીઓ દ્વારા દારૂ સહિતનો મુદામાલ રાખવામાં આવતો હોવાની વાત સામે આવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ મહિના પહેલાં જ બાંધકામ ઉભું કરાયું હતું. AMC દ્વારા પણ આ ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પણ આપવામાં આવી હતી જોકે નોટિસને બુટલેગર ધ્યાને લીધી નહિ લઇ બેફિકર રહેતા અને આખરે આ ગેરકાયદેસર બાંધકામ ને તોડી પાડવામાં આવ્યું હતું