આખરે અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ પરિવાર 11:40 કલાકે લેન્ડ કરશે , પીએમ મોદી દિલ્હી થી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને તેઓ 10:30 કલાકે અમદાવાદ પહોંચી જશે, દરમ્યાન સૂત્રો ના જણાવ્યા પ્રમાણે મોદીજી તમામ પ્રોટોકોલ તોડીને ટ્રમ્પ નું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહેશે જ્યાં ગાર્ડ ઓફ ઓનર અપાશે.
બીજી તરફ દેશભર માંથી આમંત્રિત મહેમાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને બે કલાક પહેલાં જ બેઠક સાંભળી લીધી છે હાલ માં અમદાવાદ ઉત્સવમય બન્યું છે.
