અમદાવાદ: ભારતીય સંસ્કૃતિની શુ છે તેની ઝાંખી કરાવવા માટે અમદાવાદ માં સ્ટેડિયમ પર આયોજન કરાયા છે, ટ્રમ્પ ની મુલાકાત દરમ્યાન અમદાવાદના સાબરમતી ગુરુકુળના બાળકોને બે સ્ટેજ ફાળવવામાં આવ્યા છે. એક સ્ટેજ પર 16 બાળકો જળતરંગ, સિતાર, સંતુર પખવાદ, ફ્લુટ, સારંગી, તબલા, વીણા, મૃદંગ જેવા વિસરાતા વાદ્યો વગાડી પ્રાચીન સંસ્કૃતિ નો અનુભવ કરાવશે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જ્યારે અમદાવાદમાં આવશે. ત્યારે 16 જેટલા બાળકો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વાદ્યો વગાડશે.જેમાં સંતુરની ની વાત કરવામાં આવે તો સંતૂર આગ્રાનું પ્રસિધ્ધ વાદ્ય છે. જે 100 તારમાંથી બનેલું છે. તેને સદનતંત્ર વીણા પણ કહેવામાં આવે છે. સારંગીની વાત કરીએ તો આ બાળકોને સારંગી વગાડતા જોઈને કોઈ પણ નવાઈ પામશે. કારણ કે સરાંગીને વગાડવું ખૂબ જ કઠિન હોય છે તેને હાથના પાછળના ભાગથી વગાડવામાં આવે છે જેથી
પ્રેક્ટિસ દરમિયાનઆંગળીઓમાં લોહી પણ આવે છે,આ વાદ્ય રાજસ્થાનનું પ્રખ્યાત વાદ્ય છે.આ ગ્રુપમાં જળતરંગ વગાડનાર માત્ર 11 વર્ષનો અધિશ્ઠ શાહ છે. જળતરગ ચિનાઈ માટીમાંથી બનાવવામાં આવ્યું છે.ગુરુકુળ દ્વારા તેને 25 લાખના ખર્ચે કાસ્યના પાત્રમાં તૈયાર કરવામાં આવ્યું છે.
આમ નાના બાળકો ભારતીય સંસ્કૃતિ નો વારસો જીવંત બનાવશે
