રાજ્ય માં અનેક લોકો ના ધંધા બંધ થઈ જતા તેઓ પૈસા કમાવા માટે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળ્યા હોવાનું હવે સામે આવી રહ્યું છે જે પૈકી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમદ અલ્તાફ ઇકબાલભાઇ શેરૂ શેખ નામના ડ્રગ્સ વેચતા ઝડપી લીધો ત્યારે જે વાત બહાર આવી તે જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.
આ અંગે પોલીસે જણાવ્યા અનુસાર આરોપી અગાઉ પાથરણા બજારમાં બુટ-ચંપલ વેચવાનું કામ કરતો હતો પણ તેનો ધંધો બંધ થઈ જતા તે રોજી કમાવા શોર્ટ રસ્તે ડ્રગ્સ વેચવા લાગ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ આ વ્યક્તિને ડ્રગ્સ વેચવા મજબૂર કરવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
અમદાવાદ ક્ શહેરના કોટ વિસ્તારમાં કેટલાક લોકો એમ.ડી.ડ્રગ્સ વેચી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ડ્રગ્સ માટે બદનામ ગણાતી પટવા શેરીમાં વોચ ગોઠવીને જી.પી.ઓ. રોડ, અરબ ગલી, સ્પેક્ટ્રમ કોમ્પલેક્ષ સામે, પ્રિન્સ પાન પાર્લર પાસેથી મોહમદ અલ્તાફ ઇકબાલભાઇ શેરૂ શેખ( ઉ.વ.30, રહે., મૌદીનની ચાલી, પટવા શેરી, રીલીફ રોડ)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી 23 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત રૂ.2.32 લાખ જેટલી થાય છે. તેની પાસેથી એફેડ્રોનનો જથ્થો, પારદર્શક પ્લાસ્ટિકની જીપરની થેલીઓ તેમજ અન્ય વસ્તુઓ મળીને 2.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અમદાવાદ આરોપીની પૂછપરછ કરતાં પોતે પાલિકા બજાર પાસે બુટ ચપ્પલનો પથારો રાખી વેપાર ધંધો કરતો હતો. તેનો આ ધંધો છ મહિનાથી બંધ થઇ ગયો હતો. ચોરી છુપીથી એમ.ડી. ડ્રગ્સનો વેપાર ધંધો શરૂ કર્યો હતો. છેલ્લા ત્રણેક મહિનાથી દરિયાપુર ચારવાડ, માઢના મહોલ્લામાં રહેતાં તૌસિફ શેખ નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ખરીદી પોતાના છૂટક ગ્રાહકોને આશ્રમ રોડ તથાB કારંજ વિસ્તારની ગલીઓમાં બોલાવી વેચતો હોવાની વિગત સામે આવી છે.
આમ અમદાવાદ હવે જાણે દારૂ-જુગાર અને ડ્રગ્સ નું હબ બની રહ્યું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
5
/ 100
SEO સ્કોર