રાજ્ય માં કોરોના ની સ્થિતિ બગડી છે પરંતુ સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદ ની છે અહીં તંત્ર દિશાહીન હાલત માં છે અને હાલકડોલક જહાજ ના કેપ્ટ્ન ની ખુરશી ઉપર મુકેશ કુમાર ગોઠવાયાછે, મ્યુકમિ વિજય નેહરા ને કોરોના નું સંક્ર્મણ લગતા તેઓ ને હોમ કોરોનટાઇન કરાયા છે અને સત્યડે ડોટકોમ દ્વારા આ અંગે 17 મી એપ્રિલ ના રોજ એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં ‘મનપા કમિશનર વિજય નેહરાની 10 લાપરવાહીથી શહેર ભયમાં આવી પડ્યું’ આ મુજબ ના હેડિંગ વચ્ચે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા,અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે હવે મોડેમોડે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ હવે એક મંચ ઉપર આવ્યા છે અને હવે મુખ્ય સચિવથી લઇ ને કૈલાસનાથન સહિતના અધિકારીઓ હાલ અમદાવાદખાતે આવી પહોંચ્યા છે અને હાલની સ્થિતિ ના આધારે આગામી રણનીતિ ઘડવા માટે તૈયારીઓ શરૂ કરી છે. જેને લઇને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક મિટિંગ પણ મળી હતી જેમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને નવનિયુકત વિશેષ અધિકારી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર હાજર રહ્યાં હતા. આ ઉપરાંત શહેરના તમામ નાયબ કમિશનરો વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા,અને ચર્ચા વિચારણા હાથ ધરી હતી.કોરોનાના કેસ મામલે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર માં સંક્ર્મણ વધતા તેની અસર ગુજરાત ના અન્ય શહેરો ઉપર પડતા આખા ગુજરાતની સ્થિતિ ગંભીર બની છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા ,કોરોના વાઇરસના પોઝિટિવ કેસના સંપર્કમાં આવ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નેહરા હોમ ક્વોરન્ટીન થયા છે અને હાલ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે રાજ્યના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાને નિમવામાં આવ્યા છે. કોરોના વાઇરસને લગતી તમામ સારવાર માટેની સુવ્યવસ્થા, સંકલન અને સુપરવિઝન માટે વિશેષ અધિકારી તરિકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.અગાઉ અમદાવાદના કમિશનર રહી ચૂકેલા મુકેશકુમારે આજે બુધવારે બપોરે બાર વાગ્યે એક મહત્ત્વની મિટિંગ બોલાવી છે, જેમાં સરકારે નિયુકત કરેલા રાજીવ ગુપ્તા સહિતના અધિકારીઓ હાજર રહેશે અને અમદાવાદમાં કોવિડ-19ને કાબુમાં લેવા માટે આગળ કેવા પગલાં ભરવા તે અંગેની રણનીતિ નક્કી કરવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતુ .
જોકે ગતરોજ રિવરફ્રન્ટ હાઉસ ખાતે મંગળવારે સાંજે યોજાયેલી મિટિંગમાં પ્રાથમિક ચર્ચા કરીને શહેરમાં નવા નોંધાઈ રહેલા કેસ અને મૃત્યુનાં કારણો અંગેની ચર્ચા કરવામાં આવી હતી.ત્યારબાદ આગળ શું પગલાં લેવા તે બાબતે ચર્ચા કરી એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવનાર છે.
