રાજ્ય માં 108 તાલુકાઓ માં મેઘરાજા નું આગમન થતા ખેડૂતો માં આનંદ ની લાગણી ફેલાઇ છે આ બધા વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને જુદાજુદા વિસ્તારો પાણી થી તરબોળ બન્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોના મોટાભાગના વિસ્તારોમાં આજે સાંજે વરસાદ પડવાની શરૂ થયું છે અને થોડીજ વાર માં મોટાભાગના વિસ્તારો પાણી થી જળબંબાકાર બન્યા છે. પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થયો હતો અમદાવાદમાં શહેરના શિવરંજની, શ્યામલ, કેશવ બાગ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંધ કરવો પડ્યો છે.
શહેરના શ્યામલ, શિવરંજની, કેશવબાગ, માનસી, વસ્ત્રાપુર, આલ્ફાવન મોલ આસપાસમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. એસ.જી.હાઇવે પર કારગીલ પેટ્રોલ પંપ વિસ્તાર. નવાવાડજમાં વ્યાસવાડી વિસ્તાર તેમજ 132 ફુટ રિંગ રોડ પર ભાવસાર હોસ્ટેલ પાસેના જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. મેમનગરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના ચાંદખેડા આઈઓસી રોડ, ત્રાગડ રોડ, પવિત્ર એનકલેવ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.
એસજી હાઈવે, સરખેજ, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, બોપલ, મણીનગર, બાપુનગર, નરોડા, કાલુપુર, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, પૂર્વમાં વસ્ત્રાલ, નિકોલ, ઈસનપુર, સીટીએમ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર સહિતના વિસ્તારો માં પણ વરસાદ પડતા લોકો માં ખુશી પ્રસરી ગઈ હતી.
પવન સાથે ભારે વરસાદને પગલે સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી અને એક્સપ્રેસ વે પર વિઝિબિલિટી પૂઅર થતાબે ફૂટ આગળ કશું દેખાતું ન હોવાનો વાહનચાલકો એ અનુભવ કર્યો હતો ઉપરાંત શહેરના અન્ય માર્ગો પર પણ ધોધમાર વરસાદ અને પવનને પગલે વિઝિબિલિટીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે
રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. જે મુજબ બપોર બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથક સહિત રાજ્યના અનેક સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા ચાર કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘાઈમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.આમ આજે સાંજ ના અરસા માં વાતાવરણ માં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો જોકે રાજય ના અમુક વિસ્તારો કોરા ધકોડ રહ્યા ના અહેવાલ છે.
