અમદાવાદ માં એલ.ડી.કોલેજમાં વાહન લઇને જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાતાં મત ગણતરી સ્થળે જવા માટે ખુદ એજન્ટો અટવાઈ ગયા હતા.
અમદાવાદ માં એલ.ડી.કોલેજના 2 નંબરના ગેટ પાસે બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરવામાં આવ્યા છે,વાહન લઇને જવા પર પ્રતિબંધ મુકાઈ ગયો છે.અહીં પોલીસ અને BSFનો બંદોબસ્ત ગોઠવાયો છે, ઉમેદવારો માટે 3 નંબરના ગેટ વાહન માટે ખુલ્લો મુકાયો છે. ગુજરાત કોલેજની ફરતેના રોડ બંધ કરાતા મતગણતરીના એજન્ટો અટવાયા છે, 1 કિલોમીટર દૂર વાહન મૂકીને ગુજરાત કોલેજમાં આવવું પડ્યું છે.100થી વધારે મતગણતરી એજન્ટોને નિમણૂંક પત્ર હોવા છતાં વાહન સાથે પ્રવેશ ન અપાયો. પોલીસના 30થી વધુ જવાન ગેટ પર તૈનાત થઈ ગયા છે, તમામ ઉમેદવાર અને એજન્ટોનું સઘન ચેકીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત કોલેજની ફરતે પોલીસે રસ્તા બંધ કરી બેરીકેટીંગ કરાતા એજન્ટો સહિત સ્ટાફ અટવાઈ ગયો હતો.
