અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે અને હવે તો મોતનો આંકડો એટલો બધો વધી ગયો છે કે, હવે કોરોનાથી મરનારના પરિવારજનોને જાણ કરવા માટે ગેટ ઉપર થી હવે માઇક અને સ્પીકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સ્પીકરમાં મૃતક દર્દી ના નામની જાહેરાત કરીને મૃતકના પરિવારને બોલાવવામાં આવે છે. બાદમાં તેમને અંતિમ દર્શન માટે મોઢું બતાવવામાં આવે છે અને તે બાદ એમ્બ્યુલન્સ દ્વારા બોડીને સ્મશાન મોકલવામાં આવે છે. સ્થિતિ એટલી હદ સુધી ખરાબ છેકે, ડેડ બોડી વિભાગની બહાર એક બોડી ગયા બાદ તરત જ બીજી એમ્બ્યુલન્સ લગાવી દેવામાં આવે છે. એમ્બ્યુલન્સની પણ લાંબી લાઇન જોવા મળી હતી. સતત 24 કલાક પરિવારજનો ડેડ બોડી વિભાગની બહાર જોવા મળે છે.
ડેડ બોડી લેવા આવેલ પરિવાર અને અન્ય લોકો અંદરના જાય તે માટે ગેટ પર બોડી બહાર નીકળ્યા બાદ તરત જ લોક મારી દેવામાં આવે છે. કેટલાક પરિવારજનો દ્વાર હોબાળો પણ કરવામાં આવ્યો હતો. જેથી તેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત અને બેરીકેટિંગ પણ લગાવવામાં આવ્યા છે. ઉનાળા ની આકરી ગરમી હોય આજથી મૃતકના સ્વજનો માટે રાહ જોવા માટે પણ મંડપ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના 1200 બેડમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા પણ વધુ છે અને મોતની સંખ્યા પણ વધુ છે. રોજ આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ડેડ બોડી વિભાગ પાસે પણ મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો ઉમટી પડતા હોવાથી આખરે ગેટ પાસે જ નામ બોલે તેમ બોડી બતાવવા સગાઓ ને બોલાવવા માં આવે છે.
