ગુજરાત ના મહાનગરો માં કોરોના નું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે અને એમાંય અમદાવાદ ની સ્થિતિ કોરોના જીવતા બૉમ્બ જેવી બનતા રાજ્યનું આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યું છે અને આ માટે 3 જાણકાર અને અનુભવી તબીબો ની પેલન બનાવી છે જેઓ તમામ ગિતિવિધિઓ અને પરીણામો ની મોનીટરીંગ કરશે.
ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર અત્યાર સુધીમાં રાજ્યમાં તમામ સ્થિતિ કાબૂમાં હોવાની વાતો કરી રહ્યું હતું, પરંતુ હવે સરકારને સમજાયું છે કે અમદાવાદ અને અન્ય મહાનગરોમાં જે રીતે કોરોનાના કેસ અને મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્થિતિ ખૂબ નગંભીર છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આ માટે સોમવારે એક હુકમ બહાર પાડી ત્રણ વરિષ્ઠ તબીબોની ટીમને અમદાવાદની સ્થિતિ પર કાબૂ મેળવવાની જવાબદારી સોંપી છે.
આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. દિનકર રાવલ, પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસીનના પ્રાદ્યાપક ડો. એ એમ કાદરી તથા નિવૃત્ત પ્રાદ્યાપક ડો. પ્રદીપ કુમારની એક ટીમ બનાવી છે. જે અમદાવાદના રેડ ઝોનમાં વિવિધ પાસાનો અભ્યાસ કરી એક રીપોર્ટ બનાવી ગુજરાત સરકારને સોંપશે જેના આધારે નવી વ્યૂહરચના ના આધારે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. અત્યારસુધીઅહીં મોતની સંખ્યા 234 ઉપર પહોંચી છે અને રાજ્યભરમાં છેલ્લા 100 કલાક માં 100 ના મોત થયા હોવાનો ચોંકાવનારું તારણ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને હવે પછી કોઈ નક્કર પગલાં ભરવા 3 તબીબો ની પેનલ બનાવાઈ છે.
