અમદાવાદમાં ઘર પાસે રમી રહેલી બે નાની બાળાઓ ને ઢીંગલી આપવાનું જણાવી અજાણ્યો બળાત્કાર કરી ભાગી છૂટ્યો હતો.
વિગતો મુજબ દાણીલીમડા વિસ્તારમાં છ વર્ષની બે બાળકીઓ આંગણામાં રમી રહેલી હતી ત્યારે અજાણ્યો યુવક આવ્યો હતો અને તેણે ઢીંગલીની લાલચ આપતા બાળકીઓ તેની સાથે ચાલવા માંડી હતી. ત્યાર પછી તે બાળકીઓને ઘરની પાસે આવેલા અવાવરું બાથરૂમમાં લઈ ગયો હતો. જ્યાં એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું જ્યારે બીજી બાળકી સાથે અડપલાં કરી પોતાની હવસ સંતોસી ભાગી છૂટ્યો હતો, ત્યાર બાદ બન્ને બાળકી ઘરે પાછી ફરી તેની સાથે બનેલી ઘટના અંગે માતાને જણાવતા માતા ચોંકી ઉઠી હતી,
અને માતા તેને તુરંત જ ડોક્ટર પાસે લઈ ગઈ હતી. ડોક્ટરે તેના પર બળાત્કાર થયો હોવાની વાતની પૃષ્ટી કરતા બાળકીની માતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ ને લઈ ભારે ચકચાર ફેલાઈ ગઈ છે અને બળાત્કાર ની વધેલી ઘટનાઓ ખરેખર ગંભીર હોવાનું સપાટી ઉપર આવી રહ્યુ છે ત્યારે આ અંગે સરકાર ત્વરિત પગલાં ભરી કડક માં કડક કાયદો લાવે તે અત્યન્ત જરૂરી થઈ પડ્યું છે.
