અમદાવાદ માં મતદાન ચાલુ છે અને લોકો પોતાના વોર્ડ માં મતદાન માટે આવી રહ્યા છે ત્યારે જે યુવાનો ના આજે લગ્ન છે તેવા યુવાનો પણ લગ્ન પહેલા જાનૈયાઓ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો
અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં રહેતા ધનરાજ બારોટ નામના યુવકના આજે લગ્ન છે ત્યારે લગ્ન કરવા નીકળેલા વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરવા ઘોડી પર ચઢ્યા હતા અને વાજતે ગાજતે થલતેજથી જાન કાઢીને હિંમતનગર જવા જાન રવાના થઈ હતી .ધનરાજ બારોટની માતા અલકાબેન અને પિતા રાજેશ બારોટ સહિત 50થી વધુ જાનૈયાઓ થલતેજ વોર્ડમાં મતદાન કર્યું હતું.
અસારવા વિસ્તારમાં લગ્ન પહેલા વરરાજાએ રજવાડી ઠાઠમાં મતદાન કરવા માટે મતદાન મથક જીપમાં પહોંચ્યા હતા. વિરેન્દ્ર રાઠાડે લગ્ન પહેલા મતદાન કર્યુ હતું. તેના અમદાવાદના ખોખરા વિસ્તારમાં લગ્ન કરવા જાય એ પહેલા મતદાન કર્યુ હતું.
આમ આજનો દિવસે ભારે ઉત્સાહિત વાતાવરણ જોવા મળ્યું હતું.
