કોરોના એ ગુજરાત ને અજગર ભરડા માં લીધું હોય તેમ અમદાવાદ ધીરેધીરે વધુ અસરગ્રસ્ત બનતું જઇ રહ્યું છે અહીં વધુ એક સામે આવ્યો છે, અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વિગતો મુજબ આ યુવક 14 તારીખે મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. અને તે જે ખાનગી કંપનીમાં કામ કરતો હતો ત્યાં કામ કરતાં એક યુવાનને કોરોનો પોઝિટિવ હતો. જેને કારણે લોકલ ટ્રાન્સમિશનને કારણે આ યુવાનને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું મનાય રહ્યુ છે આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી હાલ તો યુવાનના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. અને યુવાન જ્યાં રહે છે તે જગ્યાએ સેનેટાઈઝની કામગીરી ઓન શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતાઅમદાવાદ કુલ 22 કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ 59 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાને કારણે 3 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે.અને સંક્રમિત સંખ્યામાં વધારો થતાં અમદાવાદમાં સ્થિતિ અસામાન્ય
ગણાય રહી છે અને ગીચ વસતિ ને ટેનશન વધ્યું છે.
