અમદાવાદ ના નરોડા વિસ્તારમાં સ્મશાન નજીક આવેલ એક
કેપિટલ કોમ્પલેક્સમાં IDBI બેક વિભાગ તરફના ભાગે આગ લાગતા ભારે દોડધામ મચી હતી.
બનાવ ની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ હતી. કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી હોય ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી. પાંચ 108 અને અન્ય 4 ઍમ્બુલન્સ બોલાવી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશ મછરા પણ નરોડા ખાતે દોડી ગયા હતા અને તમામ દર્દીઓને સહી સલામત SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેની કાર્યવાહી કરાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં 8 દર્દીઓને SVP હોસ્પિટલ ખસેડ્યાં છે. જ્યારે GEBએ હાલમાં હોસ્પિટલની લાઈટ ચાલુ કરી દેવામાં આવી છે. જેથી અન્ય દર્દીઓની સારવાર ફરી શરૂ થઈ ગઈ છે. IDBI બેન્ક માં એસી માં ફોલ્ટ સર્જાતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ માં કેટલાક વાહનો સ્વાહા થઈ ગયા હતા.
કોવિડ હોસ્પિ.માં દાખલ 8 દર્દીઓને એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા અને SVP માં ખસેડાયા હતા.