અમદાવાદ: હાલ માં બેરોજગારી નો પ્રશ્ન વિકટ બન્યો છે એમાંય શિક્ષણ મોંઘું બનતા લોકો ની સ્થિતિ ખરાબ છે ત્યારે અમદાવાદ જિલ્લામાં એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે કુલ 40 જેટલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું છે.
મદદનીશ નિયામક રોજગાર, અમદાવાદ દ્વારા આગામી એપ્રિલ મહિનાથી શરૂ થતાં વર્ષથી અમદાવાદ શહેર અને જિલ્લાના દરેક તાલુકામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં કઠવાડા, વટવા, નરોડા, ઓઢવ, ચાંગોદર ઉપરાંત સાણંદ, વિરમગામ, જીઆઈડીસી, માંડલ, દેત્રોજ, બાવળા, ધંધુકા, ધોળકા, દસ્ક્રોઈ, સાણંદ, વિરમગામ તાલુકામાં રોજગાર ભરતી મેળો યોજાશે. અમદાવાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વધુ ને વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ આયોજન હાથ ધરાયું છે.’
100થી વધુ ઓવરસીઝ એજ્યુકેશન અંગેના માર્ગદર્શન સેમિનાર યોજાશે, જેમાં પાસપોર્ટ મેળવવા માટે અરજી ફોર્મ, વિદેશમાં અભ્યાસ માટેની લોનની સહાયની માહિતી, રોજગાર માર્ગદર્શન સહિતની બાબતોને આવરી લેવાશે. અમદાવાદ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં ઓવરસીઝ એજ્યુકેશન એન્ડ એમ્પલોયમેન્ટ ઓપુર્ચ્યુનિટી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે.
કઈ કઈ બાબતોનું માર્ગદર્શન અપાશે?
અમેરિકા,ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, સિંગાપોરમાં ઉચ્ચ અભ્યાસની તકો, ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશની પરીક્ષા આઈઈએલટીએસની માહિતી. આ પ્રવેશ પરીક્ષા ક્લીયર કરવા માટે કેટલા બેન્ડ લાવવા પડશે? જેવી ઉપયોગી માહિતી આપવામાં આવનાર હોવાનું સરકારી સૂત્રો એ જણાવ્યું છે. આમ રોજગાર લક્ષી પગલાં ને લઈ આ વિસ્તાર ના યુવા બેરોજગારો માં આશા નું કિરણ જાગ્યું છે.
