અમદાવાદ માં ઘોડાસર વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાના બનાવે ભારે ચકચાર જગાવી છે.
વહેલી સવારે ચાર વાગ્યા ની આસપાસ અહીં પાર્ક કરેલી ખાનગી ટ્રાવેલ્સની 6 બસ અને 2 કારમાં આગ
ઘટના બનતા ફાયર ફાયટરો નો કાફલો દોડી આવ્યો હતો અને આગ ને કાબુ માં લીધી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અમદાવાદના પૂર્વ ઘોડાસર વિસ્તારમાં પાર્ક કરેલી ખાનગી ટ્રાવેલ્સની 6 બસ અને 2 કારમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. જો કે આગ લાગવાને લઇને કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
અમદાવાદના પૂર્વ વિસ્તાર ઘોડાસરમાં પાર્ક કરેલી ખાનગી ટ્રાવેલ્સની 6 બસ અને 2 કારમાં અચાનક આગ લાગતા દોડધામ નો માહોલ જોવા મળ્યો હતો. જો કે દૂર્ઘટનાને લઇને ફાયર વિભાગને જાણકારી મળતા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવે ભારે ચકચાર જગાવી છે
