વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું ન ભૂલે તેમ સમાજ માં એવા ઈશ્ક લડાવતા ઈસમો પડ્યા છે કે ગમે તેટલી મોટી ઉંમરે પણ છોકરીઓ નો ચસ્કો છૂટતો નથી અને પછી ભેરવાઈ ત્યારે ખબર પડે આવોજ એક બનાવ પશ્ચિમ અમદાવાદમાં બન્યો છે જ્યાં રહેતા એક વેપારીને સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા ઉપર આવતી અશ્લીલ વેબસાઈટ પર ફોટા અને વીડિયો જોઈ રહ્યા હતા, તેમાં દેખાતી એક યુવતીએ વેપારીને મેસેજ મોકલતા જ વેપારી ખુશ થઈ ગયા હતા અને વેપારીએ પણ પોતાનો નંબર યુવતીને આપી ગલગલીયા અનુભવવા માંડ્યા હતા, યુવતીએ પોતાનું નામ કાજલ શર્મા જણાવ્યું હતું. ત્યારબાદ વેપારી અને કાજલ શર્માએ મેસેજથી વાતો કરવાનું શરૂ કરી મિત્રતા કેળવી હતી અને એક દિવસ કાજલે વેપારીને વીડિયો કૉલ કરી વેપારીને કહ્યું કે આજે તો હું મારા શરીર પરના કપડા ઉતારીશ અને સામે તમે પણ તમારા કપડાં ઉતારજો. આ વાત સાંભળી વેપારી તો ખુશીના માર્યા ઉછળી પડ્યા હતા અને તરત જ સહમત થઈ ગયા હતા ત્યારબાદ કાજલે એક પછી એક પોતાના કપડા ઉતારવાનું શરૂ કર્યું હતું કાજલને જોઈને વેપારી ભાન ભૂલી ગયા અને વાસના માં અંધ બની પોતાના કપડા પણ ઉતારી દીધા હતા.આમ થોડીવાર આ બધું ચાલ્યું બાદમાં
કાજલે વેપારીને ફોન કરીને કહ્યું હતું કે, ‘તમારા નગ્ન વીડિયો અને ફોટા મારી પાસે આવી ગયા છે. તમે મને રૂ.5000 મોકલાવો નહીં તો આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વહેતા કરી દઈશ.’, જેથી બદનામી થવાના ડરથી વેપારીએ ઓનલાઈન રૂ.5 હજાર ચૂકવી દીધા હતા. ત્યારબાદ કાજલના સાગરિતોએ ઈન્દોર સાઈબર ક્રાઈમના પીએસઆઈ અને પીઆઈ તરીકે વેપારી સાથે વાત કરીને તેઓ પણ પૈસા માંગી રહ્યા હતા, જેથી પોતે કોઇ મોટી ગેંગના સકંજામાં ફસાયા હોવાનો અહેસાસ થતા આખરે વેપારીએ પોલીસની મદદ લીધી છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, કાજલ અને વેપારી વચ્ચે થયેલી ચેટિંગ તેમ જ ધમકીના સ્ક્રીન શોર્ટ અને રેકોડિંગના આધારે તપાસ શરૂ કરી છે. આમ અજાણી યુવતીઓ ની વાતો માં આવી જઇ મુસીબત વહોરનાર ઈશકી મિજાજી વડીલો એ આ કિસ્સા થી ચેતવા જેવું છે.
