લૉકડાઉન માં શ્રમિકો ની હાલત ખુબજ દયનીય છે અને દલાલો આવા મજુરો ને લૂંટી રહ્યા છે આવા મજૂરો ને ચારેતરફ લૂંટવા ચોક્કસ ટોળકી કાર્યરત થઈ છે અને તેઓની હાલત ખરાબ કરી નાખી છે. શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા બસ તેમજ ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ આ સેવા માટે મજૂરો ની શુ સ્થિતિ છે તેની કોઈ તપાસ કરતું નથી.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વતન જવાની વાટ જોઈ રહેલા મજૂરોને તેમની ટિકિટ ભાડું ઉપરાંત વધારાની રકમ ન આપે તો બસમાં બેસવા નહીં દેવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે,અને કટકી કરી મજૂરોને વતન પહોંચાડવામાં વચેટિયા બેફામ બન્યા છે જેઓને રોકવાવાળું કોઈજ નથી.
બધુજ હોવાછતાં વચેટિયાઓ ને આપવા વધુ પૈસા ન હોવાથી બસમાં બેસવા ન મળતાં શ્રમિકો આંખોમાં આંસુઓ સાથે નિરાશ થઈ પાછા જઇ રહ્યા છે.
અમદાવાદ શહેરના શ્રેયસ ટેકરા પાસે આવેલા ખુલ્લા મેદાનમાં છેલ્લા ત્રણ દિવસથી મજૂરો મોટી સંખ્યામાં વહેલી સવારથી આવી જાય છે અને ધોમધખતા તાપમાં મોડી સાંજ સુધી બેસીને પોતાના વતનમાં લઈ જતી બસની રાહ જોઈ રહ્યા છે. આ અંગે સ્થળ ઉપર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો આ મજૂરોને તેમના ટિકિટ ભાડા ઉપરાંત 200 થી 400 રૂપિયા જેટલી રકમ વધારે માંગી રહ્યા છે જો આવી રકમ આપવાનો ઈનકાર કરવામાં આવે તો તેમના નામ રજિસ્ટર હોવા છતાં પણ તેમને બસમાં બેસવા દેવામાં આવતા નથી. પરિણામે જેમણે વધારાના પૈસા આપ્યા હોય તેઓ બસમાં ચઢી જાય છે અને બાકીના લોકો નીચે ઊભા રહી જાય છે જેમને હવે બીજા દિવસે આવું કહી રવાના કરી દેવાય છે.
પરપ્રાંતના લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓનું રજિસ્ટ્રેશન થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારી બસ આવી ગઈ છે તમે આવી જાવ જ્યારે અમે સ્થળ પર પહોંચે છે ત્યારે માંડ એકાદ બે બસમાં મજૂરોને લઈ જવાય છે જ્યારે બાકીનાને પાછા ઘરે ધકેલી દેવાયા છે મોટાભાગના મજૂરોએ જણાવ્યું હતું કે લૉકડાઉન દરમિયાન તેમની હાલત અત્યંત કફોડી થઇ ગઇ છે આસપાસના પડોશીઓ પાસેથી પૈસા ઉધાર લઇ તેઓ પોતાને જવા માંડ ટિકિટ ભાડું ભેગું કરી રહ્યા છે તેવામાં અમુક વચેટિયા પૈસાની માગણી કરી તેમને પરેશાન કરી રહ્યા છે. એક મજૂર પોતાના વતન જવા માટે ભટકતો હતો તેની સાથે બસમાં બેસવાની વાત કરતા તેની આંખોમાંથી આંસુ નીકળી ગયાં હતાં . તેણે કહ્યું હતું કે પોતે રોજ આવીને પાછો જઇ રહ્યો છે સમજાતું નથી કે અમે શું ગુનો કર્યો છે !!
અમદાવાદ નાઆનંદ નગર વિસ્તારના રાજીવનગરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો ભાડાના મકાનોમાં વસે છે અહીં સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે 1000 જેટલા પરપ્રાંતીઓએ તેમના નામનું રજિસ્ટ્રેશન તેમના કોન્ટ્રાક્ટરો મારફતે કરાવ્યું છે. પરંતુ બસમાં બેસવા માટે કટકી કરનારા લોકોના કારણે આ લોકોમાંથી માત્ર 35 વ્યક્તિઓ છે તેમના વતન સુધી પહોંચ્યા છે જ્યારે બાકીનાઓને નિરાશ થવું પડ્યું છે.આમ લોકડાઉન માં કેટલાય લોકો ની જંદગી તબાહ થઈ ગઈ છે અને તંત્ર નું ક્યાંય સંકલન જોવા મળતું નથી.
