અમદાવાદમાં બનેલી રેપ ની ઘટના માં અહીંના મેઘાણીનગર વિસ્તારમાં 17 વર્ષીય કાકાએ તેની જ 10 વર્ષીય ભત્રીજી ને પીખી નાખી હતી જોકે સગીરે આચરેલા દુષ્કર્મ બાદ ડરી ગયેલી બાળકીએ બહારથી આવેલી માતાને આ અંગે જાણ કરતા પરિવારે મેઘાણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે સગીર કાકાની ધરપકડ કરી જેલ માં ધકેલી દીધો હતો.
અમદાવાદ ના મેઘાણીનગર વિસ્તારમાં એક પરિવારમાં 10 વર્ષીય બાળકી તેનાં માતાપિતા અને અને 17 વર્ષીય કાકા સાથે રહે છે. માતાપિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે બપોરના સમયે સગીરાનાં માતાપિતા કોઈ કામ અર્થે બહાર ગયાં હતાં. તે વખતે ઘરમાં સગીરા અને તેનો 17 વર્ષીય કાકા જ હાજર હતો. આ એકલતાનો ફાયદો ઉઠાવીને તેણે તેની ભત્રીજી ને પકડી રમાડતા રમાડતા જ વાસના ભડકી ઉઠતા બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ બાળકી ડરી ગઈ હતી. અને માતા ઘરે પરત ફરી ત્યારે બાળકી ગભરાયેલી હતી. પુત્રીને ગભરાયેલી અને રડતાં જોઈ તેની માતાએ તેને રૂમમાં લઈ ગઈ હતી અને શાંત પાડી પૂછપરછ કરતા બાળકીએ સમગ્ર આપવીતી જણાવતા કહ્યું હતું કે, ‘કાકાએ મને રમવાનું કહી પકડીને મારી સાથે ખરાબ કામ કર્યું હતું. આ વાત સાંભળી માતા ચોંકી ઉઠી હતી અને ત્યાર બાદ બાળકીની માતાએ તેના પિતાને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે તેના 17 વર્ષીય દિયર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી સગીર કાકાની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
