અમદાવાદ માં સાલ ગ્રૂપ અને શાહ એલોય કંપનીઝના માલિક રાજેન્દ્ર શાહ અને કિરણ શાહ ના નિવાસસ્થાન તેમજ ધંધાના સ્થળે મુંબઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ની ટીમે છાપો મારતા સબંધિતો માં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
સાલ ગ્રૂપની બીજી કંપની શાહ એલોય્ઝની કોર્પોરેટ ઓફિસ અને રજિસ્ટર ઓફિસ સહિત રહેઠાણો મળીને 12થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારોના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. સર્ચ ઓપરેશનમાં અમદાવાદ અને મુંબઈની 30થી વધારે જગ્યાઓને આવરી લેવામાં આવી છે.
ગુજરાતમાં શાહ એલોય, સાલ મેડિકલ કોલેજ, સાલ હોસ્પિટલ, સાલ સ્ટીલ, સાલ કોર્પોરેશન સહિતની તેમની ઓફિસો અને રહેઠાણ મળીને કુલ 12થી વધારે જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી ચાલુ છે.
આ દરોડામાં મુુંબઈ, દિલ્હી અને અમદાવાદ સહિતના 100 થી વધારે અધિકારી-કર્મચારીઓનો કાફલો જોડાયો હોવાની વિગતો સામે આવી છે.
9
/ 100
SEO સ્કોર