અમદાવાદ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત નાજુક છે. સીમ્સ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ સ્વામીને વેન્ટિલેટર ઉપર રાખ્યા છે
ડોક્ટરનું કહેવું છે કે, સ્વામીજીના હૃદયના ધબકારા હજુ ચાલુ છે. મુંબઈથી આવેલા ખાસ 3 ડોક્ટરો ની પેનલ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે પરંતુ સ્થિતિ નાજુક છે.
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની તબિયત સારી થઈ જાય તે માટે હરિભક્તોના ઘરે ભજન કીર્તન શરૂ કરી દેવામાં આવ્યા છે. 7 જેટલા સંતો મણિનગરના મંદિરમાં જ ભજન કીર્તન કરે છે. આ ઉપરાંત દેશ વિદેશમાં તેમના લાખો હરિભક્તો તેઓ જલદી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આચાર્ય સ્વામીજી પાસે 3 સંતોને રાખવામાં આવ્યા છે. બાકીના તમામ સંતોને આસપાસના વિસ્તારના મંદિરોમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પરંતુ સંપ્રદાયના આચાર્યની તબિયત વધુ નાજૂક થતાં પરિશિષ્ટ સંતોને મંદિરમાં પરત બોલાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં મણિનગર ગાદી સંસ્થાનના અંદાજે 401 મંદિરો છે અને અમદાવાદમાં જ મણિનગર ગાદી સંસ્થાનના 7 લાખથી વધુ હરિભક્તો છે જેઓમાં હાલ સ્વામીજી ના સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
